૨૧મી સદીના
સંદર્ભમાં પ્રાથમિક શિક્ષણ કેવું હોવું જોઈએ તે ચર્ચાનો મુખ્ય વિષય છે.પ્રાથમિક શિક્ષણના
પરિપેક્ષમાં હાલના આ નૂતન યુગમાં બાળકને સર્વગ્રાહી શિક્ષણ આપવું જોઈએ અને તેનું
સમયાંતરે સર્વગ્રાહી મૂલ્યાંકન પણ થવું જોઈએ.ગુજરાતમાં હાલ પ્રાથમિક શિક્ષણમાં
સેમેસ્ટર પધ્ધતિ અમલમાં છે તેમજ બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પણ કરવામાં
આવે છે.
RTE – ૨૦૦૯ અંતર્ગત થયેલ જોગવાઈ તેમજ RTE – ૨૦૦૯ એક્ટની કલમ – ૨૧ના અમલીકરણ
બાદ રાજ્યમાં ચાલતું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE) ને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન
(SCE) તરીકે ઓળખવમાં આવશે. આ મૂલ્યાંકન વિદ્યાર્થીઓના
શૈક્ષણિક,સામાજિક,બૌધિક અને શારીરિક એમ તમામ પ્રકારની નોંધ કરવામાં આવે છે. આ
ઉપરાંત વિદ્યાર્થીનું સતત અવલોકન કરવામાં આવે છે.વિદ્યાર્થીઓમાં સહ-સામાજિક
પ્રવૃત્તિઓ આધારે તેનામાં રહેલા ગુણ,વલણો,રસ અને ત્રુટી વગેરેની જાણકારીનો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સમાવેશ કરવામાં આવેલ છે.આ શાળાકીય સર્વગ્રાહી
મૂલ્યાંકનમાં વિદ્યાર્થીના વિવિધ પ્રકારના પત્રકો નિભાવવાના હોય છે. જેમાં પત્રક – A, પત્રક - B, પત્રક – C, પત્રક – D, પત્રક – E, પત્રક – Fનો સમાવેશકરવામાં આવેલ છે. આ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની સમજ માટે GCERT અને SSA દ્વારા શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની એક પુસ્તિકા તૈયાર કરી ડાયટ દ્વારા બી.આર.સી.સી. અને સી.આર.સી.સી.મારફતે શાળા દીઠ તેમજ બી.આર.સી.સી. તેમજ સી.આર.સી.સી.ને આપવામાં
આવેલ છે જેમાં વિગત વાર આ મૂલ્યાંકનની સમાજ આપેલ છે.
- ધોરણ -૬ થી ૮ના વિદ્યાર્થીઓના રચનાત્મક મૂલ્યાંકન ( પત્રક - A ) :-
- ધોરણ -૬ થી ૮ના વિદ્યાર્થીઓના રચનાત્મક મૂલ્યાંકન ( પત્રક - B ) :-
- ધોરણ -૬ થી ૮ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન - પત્રક – A, B, C માટે નીચે આપેલ લીંક પર કિલ્ક કરો અને ડાઉનલોડ કરી શકો છો.



No comments:
Post a Comment